રિસેપ્શનમાં દેવદૂત જેવી દેખાતી હતી કિયારા, બ્લેક સૂટમાં સ્તબ્ધ હતો સિદ્ધાર્થ, કપલે આ રીતે આપ્યા પોઝ…

સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીનું વેડિંગ રિસેપ્શન 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈની સેન્ટ રેજિસ હોટલમાં યોજવામાં આવ્યું હતું. કિયારા અને સિદ્ધાર્થના મુંબઈ રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. ફંક્શનમાં સૌ પહેલા અભિષેક બચ્ચન આવ્યો હતો. અંદાજે સાડાઆઠ વાગ્યાની આસપાસ રિસેપ્શન શરૂ થયું હતું અને સિદ્ધાર્થ-કિઆરા નવ વાગ્યે આવ્યાં હતાં.

સિદ્ધાર્થ તથા કિઆરા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. કિઆરા રિસેપ્શન પાર્ટીમાં વેસ્ટર્ન આઉટફિટમાં હતી અને તેણે ગળામાં હેવી નેકલેસ પહેર્યો હતો. સિદ્ધાર્થ અને કિયારાનું વેડિંગ રિસેપ્શન હતું, પરંતુ સિદ્ધાર્થના ખાસ મહેમાનોમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં આલિયા સાડી પહેરીને પહોંચી હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું હતું?

રિસેપ્શન પાર્ટીમાં કરીના કપૂર, અજય દેવગન-કાજોલ, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય-કપૂર, રણવીર સિંહ, અનુપમ ખેર, વરુણ ધવન-નતાશા દલાલ, શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, આકાશ અંબાણી-શ્લોકા મહેતા, આલિયા ભટ્ટ, મીરા રાજપૂત સહિતના મહેમાનો આવ્યાં હતાં.

7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યાં

કિઆરા-સિદ્ધાર્થે સાત ફેબ્રુઆરીએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેમણે 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું હતું. કિઆરાએ લગ્નમાં રૂપિયા 2 કરોડનું મંગળસૂત્ર પહેર્યું હતું.

રિસેપ્શનનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. આ કાર્ડ ઘણું સુંદર છે, તેમાં કિઆરા-સિદ્ધાર્થનો એક ફોટો પણ લગાવવામાં આવ્યો છે. આ કાર્ડમાં રિસેપ્શનનું વેન્યૂ (જગ્યા) અને કઈ તારીખે છે? તે પણ લખેલું છે. આ રિસેપ્શન મુંબઈની 5 સ્ટાર હોટેલ સેન્ટ રેજિન્સમાં રાખવામાં આવ્યું છે.

કિઆરાએ પહેર્યું 2 કરોડનો મંગળસૂત્ર

રિપોર્ટ્સની જો માનીએ તો કિઆરાએ લગ્ન પછી જે મંગળસૂત્ર પહેર્યું હતું, તેની કિંમત અંદાજે 2 કરોડની આસપાસ છે. મંગળસૂત્રની ડિઝાઈન સાદગીથી ભરપૂર છે. તેમાં ગોલ્ડન ચેઈનમાં ચારેય તરફ કાળા મોતી લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આ મંગળસૂત્રની ખરીદી સિદ્ધાર્થ મલ્હોત્રાએ જાતે જ કરી છે.

એન્ગેજમેન્ટ રિંગ પણ ચાહકોને ગમી

સિદ્ધાર્થ તથા કિઆરાની એન્ગેજમેન્ટ રિંગે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. કિઆરાએ હાથમાં ઓવલા શેપની સુંદર ડાયમંડ રિંગ પહેરી હતી. સિદ્ધાર્થે ગોલ્ડ બેંડ પહેર્યો હતો.

‘હવે અમારું પર્મનન્ટ બુકિંગ થઈ ગયું છે’

કિઆરાએ લગ્નમાં રેડ નહીં, પણ પિંક કલર પસંદ કર્યો હતો. પિંક લહેંગામાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સિદ્ધાર્થ ગોલ્ડન એમ્બ્રોડરીવાળી ઑફ વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો. કપલે લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હવે અમારું પર્મનન્ટ બુકિંગ થઈ ગયું છે, તમારા પ્રેમ-આશીર્વાદ જોઈએ.’

સિદ્ધાર્થે કિઆરા માટે 70 કરોડનું ઘર ખરીદ્યું

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિઆરા હવે પતિ સિદ્ધાર્થના મુંબઈમાં જુહુ સ્થિત સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. સિદ્ધાર્થ છેલ્લા ઘણા સમયથી ઘર શોધતો હતો અને તેણે થોડા દિવસ પહેલાં 3500 સ્કવેરફૂટનો ફ્લેટ લીધો છે. આ ફ્લેટની કિંમત 70 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. આ ઘરનું ઇન્ટીરિયર ગૌરી ખાને કર્યું છે.

સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ

સિદ્ધાર્થ તથા કિઆરાએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ ‘ઇન્ડિયન પોલીસ’માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

બંને પોતાનો પ્રેમ છુપાવતાં રહ્યા

કિઆરા-સિદ્ધાર્થે ક્યારેય ફેન્સની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો નથી. બંને તરફથી લગ્નની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. બંનેએ શેરશાહના શૂટિંગથી ખીલેલા પ્રેમને છુપાવી રાખ્યો, જોકે જ્યારે તેઓ 2020માં ન્યૂ યર સેલિબ્રેટ કરવા આફ્રિકા ગયાં હતાં ત્યારે તેમના સંબંધોની વાતો ઊડવા લાગી હતી. આ પછી 2021માં કિઆરાએ સિદ્ધાર્થનાં માતાપિતાને તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું. ત્યાર બાદ બંનેનાં માતા-પિતા મળ્યાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું samjenews પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *