અશ્ચર્યોથી ભરેલા દુનિયામાં 5 સ્થાનો, જ્યાં ગયા પછી ભૂલી જશો સાત અજાયબીઓ…

તમે વિશ્વની સાત અજાયબીઓ વિશે જાણતા જ હશો અને આમાંની ઘણી અજાયબીઓ જોઈ હશે. પરંતુ આ સિવાય દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક છે. આજે અમે તમને એવા જ પાંચ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની સુંદરતા એવી છે કે અહીં આવ્યા પછી તમે કદાચ દુનિયાની સાત અજાયબીઓને ભૂલી જશો. તમે આ સ્થાનો વિશે પણ સાંભળ્યું નહી હોય.

1. અબુધાબી નો રેતાળ સમુંદ્ર:

આ અબુધાબીનો રેતાળ સમુદ્ર છે, જેને વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તે સાઉદી અરેબિયાથી યમન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત સુધી વિસ્તરિત છે

ઘણા લોકો એવું વિચારીને મૂંઝવણમાં મુકાઇ જાય છે કે આવી જગ્યા પણ પૃથ્વી પર છે.

2. કલશ ઘાટી પાકિસ્તાન:

પાકિસ્તાનની કલશ ખીણ દુનિયાની એક સુંદર અને અજાયબીથી ભરેલી જગ્યાઓ છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે તે પાકિસ્તાનની રહસ્યમય ખીણ છે. હિન્દુકુશ પર્વતમાળાઓ વચ્ચે વસેલા, આ ખીણના કુદરતી નજારા લોકોને આકર્ષિત કરે છે.

3. લાલ લજાસ કેથેડ્રલ:

તે એક ચર્ચ છે, જે ઇક્વેડોરની સરહદ, કોલમ્બિયા ના શહેર આઈપિયાલેસમાં આવે છે. તેને દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે તે જંગલોની વચ્ચે રાખી દેવામાં આવ્યું હોય. તેનું નામ લાસ લજાસ છે. આ કેથેડ્રલથી 100 મીટર નીચે એક નદી વહે છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

4. જ્વેલ્સ ઑફ લેક સુપીરીયર:

આ એપોસ્ટલ આઇલેન્ડ છે, જે અમેરિકાના સૌથી મોટા તળાવમાં સ્થિત છે જે ‘જ્વેલ્સ ઑફ લેક સુપીરીયર’ તરીકે પણ ઓળખાય છે. અહીં, કિનારા પર રચિત રેતાળ તીક્ષ્ણ ખડકોનો નજારો છે. આ ખડકોની ઉપર છોડની ઘણી જાતો છે.

5. જેરીકોઆકોરા:

આ સ્થળનું નામ જેરીકોઆકોરા છે, જે બ્રાઝીલનું એક નાનકડું ગામ છે. ફોર્ટલિઝાથી 300 કિમી પશ્ચિમમાં સ્થિત, આ સ્થાન પરના રેતીના ટેકરાઓ ખૂબ સુંદર લાગે છે કે લોકો તેમને જોવા માટે દૂર-દૂરથી આવે છે. આ સ્થાન પર્યાવરણ સુરક્ષિત રક્ષિત વિસ્તાર જાહેર કરાયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *