મુકેશ અંબાણીના નાના છોકરાના સગાઈમાં મોટા મોટા સેલિબ્રિટી થયો જમાવડો આપણા પાર્થિવ ગોહિલ અને અનેક…….

દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના ઘરે ગઈ કાલે એક ખૂબ જ ખુશીની ઘટના બની. પ્રસંગ હતો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈનો.

અનંત અંબાણીએ જાણીતા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી અને અનંતે પરંપરાગત વિધિથી સગાઈ કરી હતી. જેમાં ગોળ સાથે ચુંદડી અર્પણ કરવાની વિધિ પણ કરવામાં આવી હતી.

નીતા અંબાણીએ આરતી કરીને રાધિકાનું સ્વાગત કર્યું હતું. સગાઈમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. જેમાં સલમાન ખાન ઉપરાંત અક્ષય કુમાર, રણવીર કપૂર, કેટરીના કૈફ, ગુજરાનના પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલે પણ ભાગ લીધો હતો.

આ દરમિયાન પાર્થિવ ગોહિલ પણ પાપારાઝીના કેમેરા સામે પોઝ આપતો જોવા મળ્યો હતો. રાધિકા અને અનંતની સગાઈમાં પહોંચેલા પાર્થિવ ગોહિલે આછા ગુલાબી રંગનો કુર્તો અને પાયજામા પહેર્યો હતો. આ સાથે તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળી હતી.

ત્યારે આ સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પાર્થિવ ગોહિલે તાજેતરમાં એક ગુજરાતી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી છે.

જેનું નામ ‘કચ્છ એક્સપ્રેસ’ છે. આ ફિલ્મમાં તેની પત્ની માનસી પારેખ લીડ રોલમાં જોવા મળી હતી. માનસી પારેખે ઘણી ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પાર્થિવ ગોહિલનો પણ અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. આ પહેલા પણ તે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર અંબાણી પરિવારમાં તેની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *