કન્યા રાશિવાળા એટલે કે પ, ઠ, ણ શબ્દવાળા લોકો ખૂબ ઝડપથી કરે છે પ્રગતિ, જાણો તેમના વિશે A to Z માહિતી.

કન્યા રાશિના જાતકોમાં સારા-ખરાબનો ભેદ પારખવાની અનોખી હોય હોય છે સૂઝ, વાંચો કન્યા રાશિના જાતકો વિષે. કન્યા રાશિના જાતકોમાં ખાસ કરીને અંગત ઈચ્છાઓમાં તેઓ ખૂબ સારી રીતે ભેદ ઓળખી શકે છે. જ્યારે તમારી પાસે કોઈ વાતનો પરફેક્ટ જવાબ હશે, ત્યારે તમે વિનયશીલતા પર ખાસ ધ્યાન આપો છો. કન્યા રાશિના જાતકોમાં કોઈ વ્યક્તિ, સ્થિતિ કે આસપાસના વાતાવરણમાં કોઈ સાથે શું ખોટું થઇ રહ્યું છે, તેનો અંદાજો કાઢવાની અસામાન્ય સૂઝ હોય છે. આ જ કારણે કન્યા રાશિના જાતકો સહજપણે સારા આલોચક હોય છે. તેઓમાં રચનાત્મકતા ઓછી હોવા છતાં તેમની કુશાગ્ર બૌધ્ધિક શક્તિ પર તેની કોઈ અસર પડતી નથી.

કન્યા જાતકોમાં નકામા ફોતરામાંથી ઘઉં અલગ કરવાની એટલે કે ખરાબમાંથી સારી વસ્તુ ગ્રહણ કરવાની આવડત હોય છે. કન્યા જાતકો સ્વચ્છતાના ખુબ આગ્રહી હોય છે, પરંતુ મોટાભાગે તેમની આસપાસની વસ્તુઓ જ અવ્યસ્થિત રીતે પડી હોય છે, તેમ જ તેમના પલંગ નીચે નકામી વસ્તુના ઢગલા હોય છે. એક રીતે જોઈએ તો કન્યા જાતકો કામમાં ચોકસાઈના ઘણા આગ્રહી હોવાથી તેઓ પોતાના કામમાં કોઈ કચાશ છોડતા નથી. બીજી તરફ તેઓ વારંવાર રીસાઈ જતા તેમ જ નારાજ થઈ જતા હોવાથી અન્ય લોકો સાથેના વાતચીત વ્યવહાર અને અનુભવો મેળવવામાં મર્યાદિત બની જાય છે. ઓછા ટીકાખોર બનશો, તો પોતાની જાત તેમ જ અન્ય લોકોને ખુશ રાખી શકશો.

કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, જે આપણા વિચારો ઉપરાંત તેની અભિવ્યક્તિનું પણ પ્રતિબિંબ છે. તમામ ભાષાનો અધિપતિ એટલે કે બુધ આ રાશિનો સ્વામી છે. આ ગ્રહ સૌરમંડળના બીજા કોઈપણ ગ્રહ કરતા વધારે ઝડપથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બુધ આપણી સારા નરસાની બૌધ્ધિક પરખ શક્તિ પણ દર્શાવે છે. કન્યા રાશિનો સ્વામી બુધ આપણા મનમાં આવતા વિચારો અને પ્રત્યેક માહિતીનો તાગ કાઢી નિષ્કર્ષ પર આવવાની અદભૂત શક્તિ ધરાવે છે.

કુંડળીમાં છઠ્ઠો ભાવ માત્ર કારકીર્દિ જ નહીં પરંતુ કોઈપણ કામમાં કાર્યક્ષમતા અને કામગીરી સાથે સંકળાયેલો છે. આ ભાવ તમારા ધંધા રોજગાર સાથે પણ સંબંધ ધરાવે છે. આ ભાવ આપણામાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાણકારી મેળવવાની ઈચ્છા શક્તિ જગાડે છે. ઉપરાંત રોજિંદા કામ અને સ્વાસ્થ્ય સંબંધિત રોજની આદતો સાથે પણ સંબંધ ધરાવે છે.

પૃથ્વી તત્વની રાશિઓ પ્રેક્ટીકલ હોય છે અને તેઓ કલ્પનાઓની દુનિયામાં રહેવાને બદલે વાસ્તવિકતામાં જીવે છે. તેઓ વિચારો કે લાગણીઓ કરતા સંવેદનાઓને વધુ કીમતી સમજે છે. તેઓ હંમેશા નિરાભિમાની રહીને જમીન પર પગ રાખીને ચાલે છે. તેઓ પોતાની સંવેદનશીલતાના કારણે જ અન્ય લોકો માટે સારા સલાહકાર સાબિત થાય છે. કન્યા જાતકો જે દેખાય તે જ સાચું હોય છે તેમ માને છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓનો બુધ્ધિથી શ્રેષ્ઠ ઉપયોગ કરવાની વ્યવહારુતા પૃથ્વી તત્વના જાતકો ધરાવે છે.

નામાક્ષર : પ, ઠ, ણ

સ્વભાવ : દ્વિસ્વભાવ

સારા ગુણ : વિશ્લેષણાત્મક, સ્પષ્ટ અભિવ્યક્તિ ધરાવનાર, શાંત વિવેક બુધ્ધિ ધરાવનાર, પધ્ધતિથી કામ કરનાર.

નકારાત્મક ગુણ : રીસાળ સ્વભાવના , સંકુચિત દ્રષ્ટિકોણવાળા, આલોચક , ઝઘડાળુ

વિશેષતા : સારાસારનો ભેદ પારખનાર, વ્યવસ્થિત, આલોચક, ઝઘડાળુ, વાતવાતમાં નારાજગી, સંકુચિત દ્રષ્ટિકોણ, વિશ્લેષણાત્મક, સ્પષ્ટ અભિવ્યક્તિવાળા , શાંત.

કન્યા રાશિનું ચિહ્ન : ધાન્ય સહિત એક હાથમાં વીણા અને બીજા હાથમાં અગ્નિપાત્ર સાથે હલેસા વગરની નાવમાં બેઠેલી કન્યા

કન્યા જાતકોની શક્તિ : પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો ક્ન્યા જાતકોમાં વિશેષ ગુણ હોય છે.

કન્યા જાતકોની નબળાઈ : વધુ પડતી ચોકસાઈના આગ્રહી કન્યા જાતકો વધારે ઝીણું કાંતવાના સ્વભાવને કારણે આનંદની કોઈ પણ ક્ષણને મન ભરીને માણી શકતા નથી.

કન્યા જાતકોની કારકીર્દિ : કન્યા જાતકો ઉત્કૃષ્ટ વકીલ, ટીકાકાર, સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરિયન, કારીગર અને સાઇકોલોજિસ્ટ બની શકે છે. કન્યા જાતકો સારા પત્રકાર અને સંપાદકો પણ બની શકે છે. આપ સારા તબીબ, કેમિસ્ટ, હોમિયોપેથ અને આરોગ્ય તેમ જ સ્વચ્છતાના નિષ્ણાત પણ બની શકો છો. કન્યા રાશિની છોકરી સારી સેક્રેટરી બની શકે છે.

કન્યા જાતકોના પ્રણય સંબંધો : કન્યા જાતકો સમર્પિત, પ્રામાણિક અને સ્થિર હોય છે, જોકે એક સારા પ્રેમી બનવા માટે તેમનામાં ઉત્સાહ, આકર્ષણ અને મોહકતાની ઉણપ વર્તાય છે. તેમના લગ્નજીવનમાં સ્થિરતા હોય છે કારણ કે તેઓ લગ્ન વિષે પરંપરાગત અને રૂઢિગત અભિગમ ધરાવતા હોય છે. જો કે, તમારા જીવનસાથી આપને સહકાર ન આપે તો આપ નિરાશા અનુભવો છો. જીવન સાથીમાં બૌદ્ધિક ચાતુર્ય ન હોય ત્યાં સુધી કન્યા જાતકો તેમનામાં રસ ધરાવતા નથી.

કન્યા જાતકો મિત્ર તરીકે : આપ ઘણા સારા મિત્ર છો અને આપની રાશિ સેવા તેમ જ સામાજિક જીવનની છે. તમને હંમેશા મિત્રોની જરૂર હોય છે, પછી ભલે આપને તેની જાણકારી ન હોય. કન્યા જાતકો વધુ ઉદાર નથી હોતા પણ તે ખૂબજ સ્થિર અને વિશ્વાસપાત્ર હોય છે.

કન્યા જાતકો માતા તરીકે : માતા તરીકે, કન્યા જાતક સ્વચ્છતાના આગ્રહી હોય છે. કન્યા જાતક માતાના બાળકો ક્યારેય ગંદા નથી હોતા અને તેમના કપડાં સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે. બાળક મોટું થતા તેને વધુ રંજાડે છે ત્યારે પણ માતા તોફાની બાળક પાસે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે. તેમણે બાળકના જીવન પર વધુ પડતું હાવિ ન થવું જોઇએ.

કન્યા જાતકો પિતા તરીકે : પિતા તરીકે કન્યા જાતકો પોતાના બાળકોને શાળાની બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો હંમેશા વ્યસ્ત અને પ્રવૃત્તિશીલ રહે. તેઓ પોતાના બાળકથી થોડું અંતર જાળવે છે, તેથી વધુ લાગણીશીલ નથી હોતા. જો કે, તેઓ ખૂબ સરળતાથી પોતાના વિચારો પોતાના બાળકો સુધી પહોંચાડી શકે છે.

શારીરિક બાંધો : કન્યા જાતકોની ઊંચાઇ મધ્યમ અને શરીર નાજુક અને હાથ સુડોળ તેમ જ ધડથી લાંબા હોય છે, જે ભાગ્યે સ્થિર જોવા મળે છે. લાગણીઓની સ્પષ્ટ અભિવ્યક્તિ ધરાવતા હોય છે. ત્વચાનો વર્ણ ફીક્કો, કપાળ મોટું હોય છે. તેમની આંખો સુંદર અને આઇબ્રો પણ સારી હોય છે. તેમનું મોં આળું હોય છે અને આગળના દાંતો વચ્ચે જગ્યા, ગાલ ફુલેલા હોય. તેમના હાવભાવ અને વલણ પરથી એવું વર્તાઈ આવે કે તેઓને સાદગીથી અને પ્રસિધ્ધિથી અળગા રહેવું પસંદ છે.

સ્વાસ્થ્ય : આંતરડા અને તેની નીચેના ભાગ તેમજ ચેતાતંતુ પર કન્યા રાશિનું પ્રભુત્વ હોય છે. ફેફસાં, થાપા અને પગને લગતી સમસ્યાઓ તેમને સતાવે છે.

સૌદર્ય ટીપ્સ : કન્યા જાતકો હંમેશા યુવાન દેખાવા માટે હંમેશા ટ્રેન્ડી અને સ્માર્ટ ડ્રેસિંગ કરવું પસંદ કરે છે કારણ કે તેમને ક્યારેય પોતાની ઊંમર જાહેર કરવી ગમતી નથી, પ્રિન્ટેડ ટૉપ, લેધર બેલ્ટ, અને ડાર્ક રંગના બ્લેઝર તથા ખુલ્લા ગળાના ડ્રેસ તેમને ખૂબ સરસ લાગે છે. આ વ્યક્તિનો ચહેરો ઘણો ઘાટીલો હોય છે. જેથી અલગ પ્રકારનો મેકઅપ પણ સારો લાગતો હોય છે. તમારે સ્વસ્થ અને નિશ્ચિંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપના હલનચલનમાં વધારે પડતી ઝડપ અને અસ્થિરતા આપના મનની બેચેની વ્યક્ત કરે છે.

મનગમતી ખાદ્યસામગ્રી : કન્યા જાતકોએ તેમના આંતરડા અને નર્વસ સિસ્ટમ સ્વસ્થ રહે તેવો આહાર પસંદ કરવો જોઈએ. તેમણે ખોરાકમાં લીંબુ, બદામ, ચિકોરી, આખા ઘઉં, કાળા ઓલિવ તેમ જ બિન શાકાહારીઓએ ઈંડા કે માછલી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. દૂધ અને આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થો તેમની પ્રકૃતિને બહુ માફક નહીં આવે. કન્યા જાતકો માટે જમવામાં નિયમિતતા અને કોઇપણ પ્રકારની ખલેલ વગર ભોજન લેવાય તે જરૂરી છે.

આદતો : કન્યા જાતકો પોતાની જાતને અને પોતાની આજુબાજુના વાતાવરણને વધુ પડતું ચોખ્ખું રાખવાનું માનસ અને વળગણ ધરાવતા હોય છે, અને તેમની આ આદતના મૂળમાં તેમના મનમાં રહેલો ગંદકી પ્રત્યેનો ભય છે. તેમણે એ સમજવાની જરૂર છે કે સારા દેખાવા કરતા અપણને જેમાં સુખ અને આનંદ મળે તે વધારે મહત્વનું છે. સ્વસ્થ રોજિંદું જીવન તેમના માટે સવિશેષ મહત્વ ધરાવે છે. તેમને સલાહ પસંદ નથી.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : આ નક્ષત્ર સાથેની રાશિનો દેવ આર્યમાન (સૂર્યનો ભેદ) અને સ્વામી સૂર્ય છે. તેમનામાં ઉત્સાહની માત્રા સમતોલનમાં જોવા મળે છે અને વ્યવહારીકપણું વધારે ધરાવે છે. આ જાતકોમાં કામેચ્છા મધ્યમ હોય છે, તેમજ કન્યા રાશિના સારા લક્ષણો આ નક્ષત્રમાં જોવા મળે છે.

હસ્ત નક્ષત્ર : આ જાતકોનો દેવ રવિ (સૂર્ય) અને સ્વામી ચંદ્ર હોય છે. આકર્ષણ શક્તિ અને કલ્પના શક્તિ આ જાતકોમાં વધારે પડતી જોવા મળે છે. સાહિત્ય, સંગીત, અને કલા ક્ષેત્રે તેમને વધારે રૂચિ રહોય છે. આ જાતકોમાં આવડત ઘણી હોય છે, પરંતુ હતાશાનો ભય રહ્યા કરે છે. તેમનામાં લાગણીશીલતા ઘણી વધારે જોવા મલે છે. સામેની વ્યક્તિ પાસેથી તેઓ પ્રેમની ઝંખના વધારે રાખે છે. ઉપરાંત તેઓ પોતે પણ પ્રેમાળ હોય છે.

ચિત્રા નક્ષત્ર : આ જાતકોના દેવ ત્વપ્ટા (વિશ્વકર્મા) અને સ્વામી મંગળ હોય છે. તેઓ ઘણા શોખીન હોય છે. તેમને શિલ્પકળાઓ જેવી વિવિધ કલા પ્રત્યે વધારે રુચિ હોય છે. નાટક અને સીનેમાના પણ શોખીન હોય છે. આ જાતકોમા રીસાઈ જવાનો ગુણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમનું મન બાળક જેવું હોય છે. તેઓ દેખાવ, માન અને પ્રતિષ્ઠાને વધુ પ્રાધાન્ય આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *