જાણો કિન્નરોના અંતિમ સંસ્કારના રહસ્ય વિષે, બહારનું કોઈ વ્યક્તિ જોઈ લે તો થાય છે આવો વ્યવહાર…

તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ ના ઘરે શુભપ્રસંગ હોય કે પછી લગ્ન હોય ત્યારે આવા શુભ પ્રસંગોમાં અચાનક જ કિન્નરો આવી જતા હોય છે. તેઓ નવપરણિત યુગલ ને આશીર્વાદ આપીને પોતાની બક્ષિસ લઈને પાછા પોતાની દુનિયામાં જતા રહે છે. તમે કિન્નરો ને ઘણા ટ્રાફિક સિગ્નલો એ ગાડીઓ પાસે બક્ષિસ માંગતા પણ જોયા હશે. આ લોકોને દુનિયા સામાન્ય દુનિયા કરતાં કંઈક અલગ જ હોય છે. તેની દુનિયામાં સામાન્ય લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ખાસ કરીને તેમના અંતિમ સંસ્કાર વિશે કોઈ લોકો જાણતા હશે નહીં. તો ચાલો જાણીએ કિન્નરો અંતિમ સંસ્કાર ના રિવાજો વિશે.

લોકો એવું પણ કહે છે કે કિન્નરો પાસે આધ્યાત્મિક શક્તિ હોય છે. તેમને મૃત્યુનો પણ અગાઉ આભાસ થઈ જાય છે. જ્યારે તેમને મૃત્યુ નો આભાસ થાય છે ત્યારથી તેઓ ખાવા-પીવાનું કે બહાર જવાનું બંધ કરી દેતા હોય છે. તેઓ માત્ર પાણી પીવે છે અને બીજા કિન્નરો માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. તેઓ ભગવાન પાસે બીજા જન્મની અંદર કિન્નરો ન બનવાની પ્રાર્થના કરે છે. આજુબાજુ માંથી અને દૂર વિસ્તારમાંથી કિન્નર પણ એમની પાસેથી મળતી કિન્નરની દુઆ લેવા માટે આવતા હોય છે. કિન્નરોમાં એવી માન્યતા હોય છે કે મરણાસન્ન કિન્નરની દુઆ ખુબ જ અસરદાર હોય છે.

મિત્ર તમને જણાવી દઇએ કે કિન્નર સમાજની અંદર બહારની કોઈ વ્યક્તિ ને મરણાસન્ન કિન્નર અને કિન્નરનું મૃત્યુ થયું છે એની ખબર ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સબ ને જે જગ્યાએ બનાવવાનું હોય છે તે જગ્યા ની જાણકારી અધિકારીઓને પહેલેથી જણાવી દેવામાં આવે છે કે જેથી બીજા કોઈ વ્યક્તિને આ બાબતની જાણ થાય નહીં.

સામાન્ય વ્યક્તિને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ચાર લોકોના ખંભા ઉપર લઈને સ્મશાન યાત્રા માં લઈ જવામાં આવે છે. પરંતુ આ પરંપરા કિન્નરો માં અલગથી હોય છે. જેમાં તેના શબને ઉભો રાખીને લઈ જવામાં આવે છે. તેની પાછળની માન્યતા એ છે કે સામાન્ય લોકો જો મૃત કિન્નરના શરીરને જોઈ લે છે તો મૃતક બીજીવાર પણ કિન્નર તરીકે જ જન્મ મેળવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કિન્નરો પોતાના જીવન અને એટલી હદય અભિશાપિત માનતા હોય છે કે જ્યારે તેમનું મૃત્યુ થાય છે ત્યારે બીજા લોકો તેને ચંપલથી મારે છે. અને તેમને ખૂબ જ ગાળો આપવામાં આવે છે. જેનાથી મૃતક પોતાના જીવનમાં જે કોઈ પણ અપરાધ કર્યા હોય તેનું પ્રાયશ્ચિત થઈ જાય. અને તેને આગળનો જન્મ સામાન્ય વ્યક્તિનો પ્રાપ્ત થાય. જયારે પોતાના સમુદાયમાં કિન્નરનું મૃત્યુ થાય પછી આખો વયસ્ક કિન્નર સમુદાય એક અઠવાડિયા સુધી વ્રત કરે છે અને એ મૃતક માટે દુવાઓ પણ માંગે છે.

સામાન્ય માણસને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે કિન્નર ના શબને દફનાવવામાં આવે છે. તેના અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે અને સાદાઈથી કરવામાં આવે છે. એના શબને સફેદ કપડામાં વિંટવામાં આવે છે, અને એ એનું પ્રતીક છે કે હવે મૃતકનું આ શરીર અને દુનિયા સાથે સંબંધ તૂટી ગયો છે. એના મુખમાં કોઈ પવિત્ર નદીનું પાણી અપાય છે અને પછી તેને દફન કરવામાં આવે છે.

જ્યારે કિન્નર નું અંતિમ સંસ્કાર થતું હોય ત્યારે તેના આખા સમાજ ના લોકો એક વાત નું ધ્યાન રાખે છે કે તેના સમુદાય સિવાઈ નો કોઈ માણસ આ વિધિ ને જોઈ ના શકે. અને તેના અંતિમ સંસ્કાર ની વિધિ રાતના સમયે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ બહારનો આવી પહોંચે તો તેને માર મારવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *