શિવજીના પુત્રએ બનાવ્યું હતું મંદિર જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે, જાણો સંપૂર્ણ હકીકત…

આજે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાવે કાવી-કંબોઇના નામે ગામમાં છે.

આ પ્રાચીન મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તરના ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી-ઓટના દિવસોમાં 2 વાર આ મંદિરને પોતાના જળમાં સમાહિત કરી લે છે અને થોડીવાર પછી ફરીથી શિવલિંગ જોવા મળે છે. આ મંદિર અરબ સાગરના બીચ કેમ્બે તટ પર બનેલું છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું.

શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *