ગુજરાત મા આવેલા આ મંદિર ના દર્શન થી નિ:સંતાન લોકો ને થાય છે સંતાનસુખ ની પ્રાપ્તિ

મિત્રો, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામા આવેલ બહુચરા માતાજીના મંદિર પર ભક્તો ની અખૂટ શ્રદ્ધા છે. આ મંદિરમા પૂનમના દિવસે વિદેશમા વસવાટ કરતા ભારતીયો પણ વિશેષ દર્શન કરવા આવે છે. આ મંદિર ફક્ત આપણા દેશમા જ નહી પરંતુ, વિદેશમા પણ ખૂબ જ પ્રખ્યાત છે. બહુચરમાતા પ્રત્યે લોકો અસીમિત આસ્થા ધરાવે છે.

આ બહુચરાજીના મંદિરમા ઘણા લોકો લગ્ન પછી છેડાછેડી છોડવા માટે, બાધા ઉતારવા માટે તથા વાળ ઉતારવાની વિધિ કરવા માટે પણ આવે છે. તો આજે આપણે આ લેખમા બહુચરાજી માતાજીના મંદિર સુધી કેવી રીતે પહોંચીશું? તથા મંદિર સાથે સંકળાયેલી અમુક જાણી-અજાણી વાતો વિશે ચર્ચા કરીશુ.

સંતાનપ્રાપ્તિ ની ઈચ્છા પૂર્ણ થાય છે :

બહુચરા માતાજી ના મંદિર મા ઘણા નિઃસંતાન યુગલો બાળક માટેની આશા લઈને આવે છે અને તેમને સંતાનસુખ પ્રાપ્ત થાય તે માટે માનતા રાખતા હોય છે. આ મંદિરમા કિન્નર સમુદાય માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાનનુ આયોજન પણ કરવામા આવેલુ છે. એક લોકવાયકા મુજબ બહુચર માતાજી એ અનેકવિધ દુષ્ટ રાક્ષસોનુ ભક્ષણ કર્યુ હોવાથી તેમને “બહુચર માતા” કહેવાય છે.

બહુચર માતા શા માટે કરે છે કુકડા પર સવારી?

બહુચરાજી માતા કુકડાની સવારી શા માટે કરે છે? તેનો જવાબ એક દંતકથામા છે. આ દંતકથા અનુસાર અલાઉદ્દીન બીજા પાટણ જીતીને બહુચર માતાજીનુ મંદિર તોડવા માટે વિશાળ સૈન્ય લઈને આવી પહોંચ્યા હતા ત્યારે ત્યા મંદિરની આસપાસ મરઘા ચરી રહ્યા હતા. આ મરઘઓને અલાઉદ્દીન અને તેના સૈનિકોએ આહાર તરીકે આરોગી લીધા હતા, તેમછતા એક મરઘો બચી ગયો.

આ મરઘાંએ જ્યારે સવારે બાંગ પોકારવાનુ શરૂ કર્યુ ત્યારે સૈનિકોએ ભોજન તરીકે આરોગેલા મરઘા પણ પેટની અંદરથી બાંગ પોકારવા લાગ્યા અને પેટ ચીરીને બહાર આવ્યા. આ દૃશ્ય જોઈને અલાઉદ્દીન બીજો તેના બાકીના સૈન્ય સાથે મંદિર તોડ્યા વગર જ ભાગી ગયો અને ત્યારથી જ કુકડા અને બહુચરા માતાજી નો સંગાથ જોડાયો.

કિન્નર સમુદાય શા માટે કરે છે બહુચર માતાજી ની વિશેષ આરાધના :

એક અન્ય પ્રાચીન દંતકથા અનુસાર, ગુર્જરના એક નિઃસંતાન રાજાએ સંતાનસુખ મેળવવા માટે બહુચર માતાજીની ઉપાસના કરવાની શરૂ કરી. બહુચર માતાજી એ રાજાની ઉપાસનાથી પ્રસન્ન થઈને રાજાને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. સમય જતા રાજાના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ, આ પુત્ર નપુંસક હતો.

એક દિવસ બહુચર માતાજી આ રાજકુમારના સ્વપ્નમા આવ્યા અને તેને પોતાનુ ગુપ્તાંગ સમર્પિત કરીને મોક્ષના માર્ગે આગળ વધવા જણાવ્યુ. ત્યારથી આ રાજકુમાર બહુચર માતાજીના ઉપાસક બની ગયા.આ ઘટનાક્રમ બાદથી જ બહુચર માતાજીને કિન્નરો પોતાના કુળદેવી માનીને પુજવા લાગ્યા.

કેવી રીતે પહોંચી શકાય છે બહુચરાજી માતાજીના મંદિરે ?

બહુચરાજી માતાજી નુ મંદિર એ અમદાવાદથી ૯૦ કિલોમીટર અંતરે આવેલુ છે. બહુચરાજી જવા માટે અમદાવાદ-રણુંજા પેસેન્જર ટ્રેન પણ જાય છે આ ટ્રેન કાલુપુર ઉપરાંત ચાંદખેડા, સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી મળી રહે છે. ટ્રેન સિવાય તમે સરકારી બસ એટલે કે જી.એસ.આર.ટી.સી. ની બસમા પણ જઈ શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *